મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મધ્ય ગુજરાતની નદીઓમાં ન્હાવા પડો તો રાખજો સાવચેતી, બે મહિનામાં 7 લોકોને મગર ખેંચી ગયા

મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમા

મધ્ય ગુજરાતની નદીઓમાં ન્હાવા પડો તો રાખજો સાવચેતી, બે મહિનામાં 7 લોકોને મગર ખેંચી ગયા

  મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

 વન વિભાગે પેટ્રોલિંગમાં કર્યો વધારો

ઉલ્લેખનીય છે કે અંદાજીત 1200 મગરો આ નદીઓમાં ફરી રહ્યા છે.  છેલ્લા ચાર મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. 

110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા

આ બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવામા આવતા સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ સિઝનમાં અમારી ટીમ દ્વારા 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ વર્ષે લગભગ 1200 જેટલા મગરો મધ્ય ગુજરાતની નદીઓમાં ફરી રહ્યા છે. જે સામાન્ય કરતા વધારે છે. 

આ સમાચાર શેર કરો