મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રિક્ષામાં દીકરીઓને મોકલતાં હો તો સાવધાન, સુરતમાં રિક્ષાચાલકે વિદ્યાર્થિનીને આગળ બાજુમાં બેસાડી કર્યા અડપલાં

સુરતમાં બાળકો સાથેના શોષણમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિંડોલીમાં 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે 26 વર્ષીય ર

રિક્ષામાં દીકરીઓને મોકલતાં હો તો સાવધાન, સુરતમાં રિક્ષાચાલકે વિદ્યાર્થિનીને આગળ બાજુમાં બેસાડી કર્યા અડપલાં

સુરતમાં બાળકો સાથેના શોષણમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિંડોલીમાં 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે 26 વર્ષીય રિક્ષા ચાલકે અડપલાં કર્યા હતાં. વિદ્યાર્થિનીનને ફાલદો પીવડાવીને પોતાની પાસે આગળ બેસાડી હતી. બાદમાં તેણી સાથે અડપલાં કર્યા હતાં. સાથે રૂમમાં આવવા માટે દબાણ કરતો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી હતી.

દાદીએ આપી હિંમત

ડિંડોલીમાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થિની ધીરજ ઉર્ફે વીકી પાટિલની પોતાની રિક્ષામાં શાળાએ લાવવા મૂકવાની વર્ધી મારતો હતો. છેલ્લા પાંચ દિવસથી શાળા કે ટ્યૂશનથી આવ્યા બાદ પૌત્રી ગુમસુમ રહેતી હોવાનું દાદીએ નોંધ કરી તેની પૂછપરછ કરતાં આ કિશોરીએ આપવીતિ જણાવી હતી. આથી દાદીમાં પૌત્રી સાથે સીધા ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસે આદરી કાર્યવાહી

કિશોરીને વાત સાંભળ્યા બાદ ત્વરિત પોલીસે ગુનો નોંધી પોતાના કરતાં અડધી વયની કિશોરીને હવસનો શિકાર બનાવવાની કોશિશ કરનાર રિક્ષાચાલક ધીરજ પાટિલની ધરપકડ કરી હતી. હાલ રૂમમાં કિશોરીને લઈ જઈ દુષ્કર્મ આચરવાનો મનસૂબો બનાવનાર સામે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો