સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી છબરડો, બે વખત ખોટા પેપર મોકલતા BCAની પરીક્ષા કલાક મોડી થઈ શરૂ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સતત છબરડાઓ સામે આવતાં હોય છે. ત્યારે આ વખતે ગંભીર બેદરકારી સા

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સતત છબરડાઓ સામે આવતાં હોય છે. ત્યારે આ વખતે ગંભીર બેદરકારી સામે આવી છે. પરીક્ષાના એક નહિ પણ બે બે વાર ઓનલાઇન ખોટા પેપર મોકલી દીધા હતાં. જેથી BCA સેમેસ્ટર 2ની પ્રોગ્રામિંગ રિકલ્સની પરીક્ષા મોડી શરૂ થઈ હતી. જેને કારણે પરીક્ષા એક કલાક મોડી શરૂ થઈ હતી. તેની સાથે કોલેજોને પેપર પ્રિન્ટિંગનું પણ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.
2:30 કલાકે પેપર લેવાનું હતું
યુનિવર્સિટીએ ઓનલાઇન પેપર મોકલવાની જવાબદારી એક એજન્સીને સોંપી હતી. પ્રથમ વાર મોકલાયેલું પેપર ખોટું નીકળતાં નવું પેપર મોકલાયું, પરંતુ તે પણ સાચું નોહતું. આખરે ત્રીજી વખત મોકલવામાં આવ્યું પેપર સાચું નીકળ્યું હતું. આ છબરડાને કારણે 2:30 કલાકે શરૂ થવાની પરીક્ષા આખરે એક કલાક મોડી એટલે કે 3:30 કલાકે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ અને કોલેજ મેનેજમેન્ટ માટે આ ઘટના ભારે હેરાનગતિભરી થઈ હતી.
પગલાં લેવાશે
ત્રીજી વખત મોકલવામાં આવ્યું પેપર સાચું નીકળ્યું હતું. આ છબરડાને કારણે 2:30 કલાકે શરૂ થવાની પરીક્ષા આખરે એક કલાક મોડી એટલે કે 3:30 કલાકે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ અને કોલેજ મેનેજમેન્ટ માટે આ ઘટના ભારે હેરાનગતિભરી થઈ હતી.VNSGUની ઓનલાઇન પેપર સિસ્ટમ સંપૂર્ણ પણે ફેઈલ ગઈ હોવાનું સામે આવ્યું છે.પરીક્ષા નિયામકે કહ્યું કે, પેપર મોકલવામાં ફરી ભૂલ ન થાયે તે માટે પગલાં લેવામાં આવશે. કોલેજોને થયેલા નુકસાન અને પરેશાની માટે દુઃખ છે.








