મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલીમાં રાજપૂત સમાજે કર્યો પરશોત્તમ રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ  

લોકસભાની ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે

બારડોલીમાં રાજપૂત સમાજે કર્યો પરશોત્તમ રૂપાલાનો વિરોધ, ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ  

લોકસભાની ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બારડોલી ખાતે રૂપાલાની ટીપ્પણીના વિરોધમાં લડત શરૂ કરવામાં આવી છે. બારડોલીના રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા આગેવાનોને સાથે રાખીને પ્રાંત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરાઈ હતી.

ઉમેદવાર બદલવા માગ

બારડોલીમાં રાજપૂત સમાજ ટ્રસ્ટની સાથે રાજપૂત સમાજના આગેવાનો તેમજ કરણી સેનાના હોદ્દેદારો દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા. કોઈ પક્ષ કે અન્ય કોઈ સમાજનો વિરોધ નહીં, પરંતુ માત્રને માત્ર પરશોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા પણ ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ચોંકાવનારા કાર્યક્રમની ચીમકી

છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના નેજા હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈને લડત ચલાવી રહ્યો છે. જોકે ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માગ લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. જેથી દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે. ત્યારે માગ પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં ચોંકાવનારા કાર્યક્રમ આપવાની ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો