'લોકતંત્રનો હત્યારો, ગદ્દાર..' સુરતમાં નિલેશ કુંભાણીના લાગ્યા મોસ્ટ વોન્ટેડના બેનરો, વિરોધ વધ્યો
લોકસભાની ચૂંટણી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવું અને ભાજપના ઉમેદવાર

લોકસભાની ચૂંટણી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થવાના કારણે સુરત બેઠક દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તો બીજી તરફ સુરતમાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક તરફ વિરોધ તો બીજી તરફ
બે દિવસ પહેલાં કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો હતો. આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યાં છે.
ભાજપ બિનહરીફ જીત્યો
સુરત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયાં બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુનું સતત ધોવાણ થઈ રહ્યું છે. હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી, તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નિલેશ કુંભાણી ગદ્દારના પોસ્ટર લગાવાયા
બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે.








