અમદાવાદ: નારણપુરામાંથી ઝડપાયું 25 લાખનું MD ડ્રગ્સ, 5 આરોપીની ધરપકડ
જ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ

જ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાંથી ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે.
SOGએ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
શહેરના નારણપુરામાંથી SOGએ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. નારાણપુરાની એલીફંટા સોસાયટીના 14 માળે SOGએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે SOGની ટીમને બાતમી મળી હતી કે આ ટાવરના 14મા માળના એક મકાનમાં ડ્રગ્સ છે.
આ પણ વાંચો: VIDEO: રાજકોટના પડધરીની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, 4 જિલ્લાની ફાયરની ટીમો પહોંચી
SOGની ટીમે દરોડા પાડ્યા
બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. SOGએ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. કુલ 7 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.






