મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ખાડી પૂરથી આવ્યુ બાનમાં, 88 રસ્તા બંધ, ભારે વરસાદની આગાહીથી શાળાઓમાં રજા

સુરતને ખાડી પૂરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી

સુરત ખાડી પૂરથી આવ્યુ બાનમાં, 88 રસ્તા બંધ, ભારે વરસાદની આગાહીથી શાળાઓમાં રજા

સુરતને ખાડી પૂરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે.88 રસ્તા બંધ થયા છે.

શહેરને ધમરોળાયું

રવિવારથી શરૃ થયેલ વરસાદે આજે પણ આખો દિવસ શહેરીજીવનને ધમરોળ્યુ હોઇ તેમ આખો દિવસ વરસાદથી લોકો અટવાયા હતા. એકધારો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ના થતા સુરત શહેરના સરથાણા, વેસુ, કતારગામ લિંબાયત, પુણા કુંભારીયા, સણીયા કણદે સહિત અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોઇ તેમ  ઘુંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહારને તો અસર પડી જ હતી. લોકોની અવરજવર પણ બંધ થઇ ગઇ હતી. જેના કારણે પાલિકા અને પોલીસનું તંત્ર સતત દોડતુ રહ્યુ હતુ.

અતિભારે વરસાદની આગાહી

દરમ્યાન સોમવારે સાંજે છ થી આજે મંગળવારે સાંજે છ વાગ્યા સુધીના થતા ૨૪ કલાકમાં સેન્ટ્રલમાં ૫.૫ ઇંચ, સરથાણા- ઉધનામાં પાંચ ઇંચ સહિત તમામ ઝોનમાં કુલ ૯૪૮ મિ.મિ અને સરેરાશ ૪.૭૫ ઇંચ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો