ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી વસવાટ કરતા ભરુચમાં 29 તો અમદાવાદમાંથી 13 બાંગ્લાદેશી મળી આવ્યા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર અનેક

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશનિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ
ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એકસાથે 50 પોલીસ ટીમ તહેનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરો શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં બે દિવસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા છે.
ભરૂચ DYSP સી.કે.પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન લગભગ 800થી વધુ શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા છે. અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની વધુ પૂછપરછ તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી રહી છે. દેશમાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ૫૦૦ જેટલા શંકાસ્પદને કર્યા ડિટેઇન
ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અમદાવાદ જિલ્લામાં બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. અમદાવાદ જીલ્લામાં ચાંગોદર, વિરમગામ અને ધોળકા પોલીસની કાર્યવાહી સામે આવી છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવશે. ડિટેઇન કરાયેલા તમામ ૫૦૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન કરાશે.
ટાવરડમ ડેટા અને સીડીઆર મંગાવીને પણ વેરિફિકેશન કરવામાં આવશે. આધારકાર્ડ, ઈલેક્શન કાર્ડ અને બેંક એકાઉન્ટ વેરિફાઈ કરવામાં આવશે. આંગડિયા પાસે પણ ટ્રાન્ઝેક્શન અંગે તપાસ કરવામાં આવી રહી છે. ચાંગોદરમાં ૨, વિરમગામમાં ૪ અને ધોળકામાં એક મળીને કુલ ૭ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.








