VIDEO: શક્તિપીઠ અંબાજીમાં મધ્યપ્રદેશના હજારથી વઘુ ભક્તો ખાસ દર્શન માટે પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે અંબાજી ધામ ભક્તિમય બન્યું
સોર્સ : GSTV
રાજ્યના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છએ. શક્તિપીઠ અંબાજીમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામના ભક્તો પહોંચ્યા હતા. સંકીર્તન મંડળ સ્વર્ણ જયંતી ઉપલક્ષ્યમાં 920 મહિલા અને 100 પુરુષ ભક્તોની ખાસ યાત્રા યોજાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે તમામ ભક્તોએ ગબ્બરની યાત્રા કરી હતી, તો બીજી તરફ શક્તિભુવન અંબાજીથી અંબાજી મંદિરસ સુધી ધજા અને ઢોલ સાથે પહોંચ્યા હતા. સાથે સાથે અંબાજી મંદિરના ચાચર ચોકમાં તમામ મહિલાઓ ગરબે ઘુમી હતી. જય માતાદીના જય ઘોષ સાથે સમગ્ર અંબાજી ધામ ભક્તિમય બન્યું હતું.

