Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Assembly Speaker Shankar Chaudhary performed yoga in Tharad

VIDEO: થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યા યોગ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

યોગ દિવસ નિમિત્તે થરાદના આઈકોનિક રોડ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉપસ્થિત સૌને ૐ કાર મંત્રના વૈજ્ઞાનિક મહત્વ અંગે માર્ગદર્શન આપી સામૂહિક યોગાભ્યાસ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોને લીધે યોગ આજે વિશ્વની ધરોહર બની જન-જન સુધી પહોંચ્યો છે. તેમણે સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગને અનિવાર્ય ગણાવી સૌને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અપીલ કરી હતી.

App Store
ટોપિક્સ:YOGAyoga day 2026