VIDEO:હિંમતનગરના દેરોલમાં મંદિર પરિસરમાં મહિલાની હત્યા, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર
સોર્સ : GSTV
હિંમતનગરના દેરોલ ગામમાં રાત્રિ દરમિયાન મેલડી માતાના મંદિર પરિસરમાં એક મહિલાની ધાતકી હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતક મહિલા મંગુબેન મૂળ દેરોલ ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે નિયમિત રીતે મંદિરમાં પૂજા અર્ચના કરતી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને LCB ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે હત્યાના કારણો હજુ અકબંધ છે.

