VIDEO:બનાસકાંઠા: હડાદમાં જમીન વિવાદમાં ભત્રીજાની કરપીણ હત્યા કરનાર કાકા ઝડપાયો
સોર્સ : GSTV
બનાસકાંઠાના હડાદ તાલુકાના નવાવાસ કાંઠ ગામે જમીનના વિવાદને લઈને કાકા-ભત્રીજા વચ્ચે થયેલા ઝઘડામાં કાકા નોપાભાઈ તરાલે લાકડાના બેટથી ભત્રીજા કરણ તરાલની હત્યા કરી હતી. 4 મે2026ના રોજ ગોર માતાના મેળામાં આ ઘટના બની હતી. મારપીટનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગંભીર હાલતમાં કરણને અંબાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.આરોપી નોપાભાઈ પર અગાઉ ડબલ મર્ડરનો પણ આરોપ હતો. ઘટના બાદ ફરાર આરોપીને હડાદ પોલીસ અને એલસીબીની ટીમે લગભગ એક મહિના પછી સુલતાનપુરા વિસ્તારમાંથી ધરપકડ કરીને જેલ મોકલી દીધો છે.

