VIDEO: બનાસકાંઠા પોલીસ DGPના આદેશ બાદ ગંભીર ગુનાના 64 આરોપીઓને SP કચેરી લાવીને કરીસખ્ત કાર્યવાહી
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠા પોલીસ 30 વર્ષ બાદ જાગી છે. ડીજીપીના આદેશ બાદ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના 64 રીઢા ગુનેગારોને જિલ્લા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
મળતા અહેવાલ પ્રમાણે આ આરોપીઓ સામે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને NDPS સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. આ આરોપીઓની ફિંગર પ્રિન્ટ, ફોટોગ્રાફી, અને એડ્રેસ વેરિફિકેશન સહિતની કામગીરી પોલીસે હાથ ધરી હતી.
થરાદ સ્થિત SP કચેરી ખાતે તમામ આરોપીઓને લાવવામાં આવ્યા
થરાદ સ્થિત SP કચેરી ખાતે તમામ આરોપીઓને લાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આ તમામના હાલના પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સ્થાનિક તંત્ર પર ડીજીપીના આદેશની રાહ જોતા હોવાનો ઘાટ સર્જાયો હતો.






