મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: ઠાવર ગામે ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7 વર્ષના બાળકનું મોત

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ઠાવર ગામે ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7

Banaskantha news: ઠાવર ગામે ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7 વર્ષના બાળકનું મોત

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ઠાવર ગામે ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7 વર્ષના બાળકનું મોત થયું છે. ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં ડિપ્થેરિયા પોઝિટિવ આવ્યાના ઈન્પુટ મળ્યા છે..આ કિસ્સો સામે આવ્યા બાદ રોગ નિયંત્રણ વિભાગની ટીમ દોડતી થઈ હતી. ધાનેરામાં અગાઉ પણ ડિપ્થેરિયાથી મોત થઈ ચૂક્યું છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગમાં ચિંતા વધારી છે. 

ડિપ્થેરિયાના બેક્ટેરિયાનો ચેપ સામાન્ય રીતે દર્દીના નાક, ગળા કે સ્કિનમાં થાય છે. શ્વસનતંત્રનો ડિપ્થેરિયા ગંભીર હોય છે. કોવિડ-19 પેન્ડેમિકને લીધે બાળકોના રોજિંદા રસીકરણમાં અનિયમિતતા કે અપૂરતું રસીકરણ થયેલ, જેને લીધે દુનિયાના ઘણા બધા દેશોમાં ડિપ્થેરિયાનું પ્રમાણ વધી રહ્યું છે

2020-21માં ડિપ્થેરિયાના 446 કેસ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યા 

મળતા અહેવાલ પ્રમાણે  ગુજરાતમાં 2020-21માં ડિપ્થેરિયાના 446 કેસ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે  2019-20માં બનાસકાંઠામાં 5-5 વર્ષથી નીચેનાં બાળકોમાં ડિપ્થેરિયાના કેસોની ટકાવારી વધારે હતી. ગુજરાતમાં ડિપ્થેરિયાના કેસો વધવાનું કારણ અપૂરતું રસીકરણ છે.

આ સમાચાર શેર કરો