મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો જોવા મળ્યો અનોખો અંદાજ, ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા સભા સ્થળે

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમ

બનાસકાંઠા: કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો જોવા મળ્યો અનોખો અંદાજ, ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા સભા સ્થળે

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે.

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોર ટ્રેક્ટર પર બેસીને સભા સ્થળે પહોચતા નજરે પડ્યા હતા. ગેની બેન ઠાકોરના સમર્થનના તેમની સાથે જોડાયા હતા. પાલનપુર – ડીસા હાઈવે પર અનેક વાહનો ગેનીબેન ઠાકોરની ટ્રેક્ટર યાત્રામાં જોડાયા હતા.

ગેનીબેન ઠાકોરે આજે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદપ્રકાશ બાપજી અને જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. ભાજપે બનાસકાંઠા બેઠક પર ડો. રેખા ચૌધરીને ઉતાર્યા છે. રેખા ચૌધરી પણ પોતાના મત વિસ્તારમાં સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો