બનાસકાંઠા વિભાજન મુદ્દો: દિયોદરમાં આજે બિનરાજકીય જાહેર સભાનું આયોજન
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં આજે બિનરાજકીય જાહેર સભાનું આયોજન ક

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં આજે બિનરાજકીય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..જાહેર સભામાં કોંગ્રેસ ભાજપ સહિત સ્થાનિક લોકો જોડાશે દિયોદરને જિલો જાહેર ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા પણ દિયોદર ના વહેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાળી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્ય સરકારે વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી
નવા વર્ષમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જેમાં અસમતોલ વિભાજન અને સ્થાનિક લોકોના મત જાણ્યા વિના વિભાજન કરી દેવાયું હોવાના સૂર ઉઠ્યા છે.
આ પણ વાંચો: શરમજનક: અરવલ્લીમાં 16 વર્ષના કિશોરે 10 વર્ષની માસૂમનું કર્યું અપહરણ, ધમકી આપી વાંરવાર આચર્યું દુષ્કર્મ
કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો
નવરચિત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે.ગત રોજ ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.






