Ahmedabad news: સુભાષ બ્રિજ પર જાહેર જનતાની અવરજવર માટેનો પ્રતિબંધ લંબાયો, હવે આ તારીખ સુધી બ્રિજ રહેશે બંધ
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપ

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
હાલમાં ગુજરાત સરકારના R&B ડિઝાઇન સર્કલ અને AMCની M પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
નિષ્ણાતો દ્વારા સઘન ટેસ્ટિંગ
સુભાષ બ્રિજનું વધુ સઘન નિરીક્ષણ અને ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાતા હવે આ કામગીરી અનુભવી તજજ્ઞોને સોંપવામાં આવી છે. હાલમાં SVNIT (સુરત) દ્વારા બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણીનું કામ નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે. આગામી સમયમાં આ બ્રિજનું વિસ્તૃત ઇન્સ્પેક્શન IIT મુંબઈ અને IIT રૂડકી સહિત અન્ય બ્રિજ નિષ્ણાતો પાસેથી પણ કરાવવામાં આવનાર છે. AMC 25 ડિસેમ્બર 2025 સુધી આ સઘન અને વિસ્તૃત તપાસ પૂર્ણ કરીને બ્રિજની સલામતી અંગે નિર્ણય લેશે, ત્યાં સુધી જાહેર જનતાએ આ બંધની નોંધ લેવા વિનંતી છે.






