સુરતમાં જર્જરિત કોમ્પ્લેક્સની બાલ્કની ધરાશાયી, પાર્ક કરેલી ગાડીઓનું વળી ગયાં પડીકા
સુરતમાં પાલિ વિસ્તારમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયાં હ

સુરતમાં પાલિ વિસ્તારમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયાં હતાં. જેને લઈને શહેરમાં જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પાલનપુર વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પેલ્કસની બાલ્કની રાત્રિના સમયે ધરાશાયી થતા ફરી એકવાર હડકંપ મચી ગયો હતો.
ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યૂં
શહેરમાં વધુ એક જર્જરિત કોમ્પ્લેક્સની બાલ્કની ધરાશાયી થઇ હતી. પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં બાલ્કની ધરાસઈ થઇ હતી. જેથી બાલ્કની નીચે પાર્ક કરેલી ગાડીઓ દબાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કોમ્લેક્સમાં રહેતા રહીશોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં કોઈને જહાનહાની નહિ...
રાત્રિના સમયે દુર્ઘટના
પ્રતાપભાઈ નિનામાએ કહ્યું કે, મહાવીર કોમ્પ્લેક્સનું છજું પડી ગયું હતું. રાતના બાર વાગ્યા આસપાસ કોમ્પ્લેક્સનું છજું પડી ગયું હતું. આ કોમ્પ્લેક્સને કોઈ નોટિસ અપાઈ નહોતી. રહેવા લાયક જ મકાન હતું. અમે અહિં 20 વર્ષથી રહીએ છીએ. હાલ પાલિકા દ્વારા અહિં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.








