અમદાવાદ: સરેરાશ રોજનો એક અકસ્માત, વર્ષમાં 20 વ્યક્તિનો ભોગ લીધા પછી AMTS જાગૃત થઈ
શહેરમાં પ્રજાની સુખાકારી અને સગવડ માટે ચાલતી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે અન્ય વાહન ચાલકો

શહેરમાં પ્રજાની સુખાકારી અને સગવડ માટે ચાલતી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ બની રહી છે. આ બસ સેવા રોજનો સરેરાશ એક અકસ્માત કરે છે, અને એક જ વર્ષમાં 20 વ્યક્તિઓનો જીવ લઈ ચૂકી છે.
આઠ વાહનોને અડફેટે લીધા
રવિવારે સાંજે AMTS બસ સર્વિસના એક રૂટ પર અચાનક જ બ્રેક ફેલ ખતા જોધપુર ચાર રસ્તાથી ઈસરોઆઠ વાહનોને અડફેટે લીધા તરફ જવાના રસ્તા પર આઠ વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ માનવીય જીંદગીને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.
| ઓપરેટરનું નામ | અકસ્માત | કુલ મોત |
| આદિનાથ બલ્ક | 53 | 06 |
| અર્હમ ટ્રાવેલ્સ | 64 | 05 |
| માતેશ્વરી ટ્રાવેલ્સ | 25 | 01 |
| શ્રી મારુતી ટ્રાવેલ્સ | 12 | 00 |
| શ્રી મારુતી ટ્રાવેલ્સ | 41 | 01 |
| શ્રી મારુતી ટ્રાવેલ્સ | 12 | 00 |
| ટાંક બસ સર્વિસ | 100 | 06 |
| લક્ષ્મી ટ્રાવેલ્સ | 1 | 01 |
| અન્ય ટ્રાવેલ્સ | 45 | 01 |
કુલ 353 અકસ્માતો કર્યા છે, જેમાં 20 વ્યક્તિઓનો ભોગ લેવાયો
એપ્રિલ-2023થી એપ્રિલ-2024 વચ્ચે ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોએ કુલ 353 અકસ્માતો કર્યા છે, જેમાં 20 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. હવે આવી ઘટના ના બને નહીં એ માટે સફાળા જાગેલા તંત્રે પગલાં લેવાની જાહેરાત કરી છે. શહેરમાં હાલ 750 જેટલી બસો દોડે છએ. જેટલી બસો દોડાવવામાં આવી રહી છે, તેની સ્પીડ પ્રતિકીલો મીટર પચાસની હોય છે. જે ઘટાડીને ચાલીસની કરવામાં આવશે.
બસની ફિટનેસ અંગેનુ સર્ટિફિકેટ ઓપરેટરે દર પંદર પંદર દિવસે તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે, ઉપરાંત ડ્રાઈવરે નશો કર્યો છે કે કેમ એની પણ તપાસ ઓપરેટરે કરવી પડશે. ખાનગી ઓપરેટરોને આ તમામ પ્રકારની જવાબદારી સોંપવા માટે AMTS કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.
એક વર્ષમાં AMTS બસ અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધુ આદિનાથ બલ્ક પ્રાઈવેટ લિમિટેડ, અર્હમ ટ્રાન્સપોર્ટ, ટાંક બસ સર્વિસ નામના ઓપરેટરો દ્વારા દોડાવવામાં આવતી બસ દ્વારા કરવામાં આવ્યા છે.








