સુરતના બગુમરામાં સગીરાની લૂંટ સાથે હત્યાની કોશિષનો ભેદ ઉકેલાયો, પ્રેમીકા સાથે ન રહેવું હોવાથી બનાવ્યો પ્લાન
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં હવે જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવી એક વધુ ઘટના પ

સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં હવે જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવી એક વધુ ઘટના પ્રકાશમાં આવી હતી. વધુ એક ગ્રીષ્મકાંડ થતાં રહી ગયો હતો.ચોરી લૂંટ બાદ વધુ એક સગીરા સાથે હત્યાની કોશિશ થઈ હતી . ઘટના એ બધી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે પસાર થતી ફાટક પાસેથી એક સગીરાને ગળે ટૂંપો આપી ગળાના ભાગે ચપ્પુના ગામ મારી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. સગીરા ને 108 મારફત તાત્કાલિક સુરત ખાતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ સગીરા સ્થાનિક નહીં હોવાનું તેમજ પરપ્રાંતીય હોવાનું પોલીસ સમક્ષ વિગતો મળી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી.
સોશિયલ મીડિયાથી પ્રેમ
ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. સગીરાની પૂછપરછ દરમિયાન સગીરા 16 વર્ષની હોય અને ઉત્તર પ્રદેશના લખનઉ ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ચાર માસ અગાઉ આ સગીરા ને ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન ખાતે ઘટના નો આરોપી ચંદન શાહુ સાથે મુલાકાત થઈ હતી. અને જ્યાં બંને એકબીજાના ફોન નંબર ની આપ લે કરીને સોશિયલ મીડિયા મારફત પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી આ સગીરા ગતરોજ આરોપી ચંદન શાહુ કે જે પલસાણા ના તાતીથૈયા ખાતે કાપડની કંપનીમાં નોકરી કરતો હોય ત્યાં મળવા આવી પહોંચી હતી. અને જેને ચંદનનો મિત્ર બીટ્ટુ પાસવાન રૂમ પર લઈ ગયો હતો.
સાથે ન રહેવું હોવાથી હત્યાનો પ્લાન
ચંદન શાહુ સગીરા સાથે રહેવા નહીં માગતો હોય ઉશ્કેરાયો હતો.સગીરાની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું. જેથી ચંદન શાહુ એ સાથી મિત્ર બીટ્ટુ અનિલ પાસવાન તેમજ અખિલેશ દયાનંદ પાસવાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સાથે સગીરાને બગુમરા ફાટક નજીક લઈ ગયો હતો. જ્યાં ગળે ફાંસો આપી ગળાના ભાગે ચપ્પુના ગામ મારી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પ્રેમી ચંદન ભુપેન્દ્ર શાહુ તેમજ અન્ય સાથીદારોના નામ ખુલતા પોલીસે તાત્કાલિક ચંદન સાહુ સાથે અખિલેશ પાસવાન બીટ્ટુ પાસવાન મળી ત્રણ ની અટકાયત કરી હતી. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો.








