મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે શાળામાં ભણતી બા

સાબરકાંઠામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે શાળામાં ભણતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મી શિક્ષકે જન્મદિવસના બહાને વિદ્યાર્થિનીને મળવા બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું. આખરે આ મામલે આરોપી શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં એક અઠવાડિયા પહેલા દસમા ધોરણની વિદ્યાર્થિની પર નઠારા શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. હિંમતનગરમાં ઈડર હાઇવે પરની હોટલમાં જન્મદિવસના બહાને વિદ્યાર્થિનીને બોલાવી હતી અને ત્યાં આ માસુમ સગીરા સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વિદ્યાર્થિનીની તબિયત બગાડતા સિવિલ હોસ્પિટલ આગળ મૂકી શિક્ષક ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે શોધખોળ કરીને અંડર ગ્રાઉન્ડ થયેલા શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો