મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપીને દબોચી લેવાયો અન્ય શોધખોળ ચાલુ

સુરતના પુણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની હતી. મોડી રાત્રે લેસપટ્ટીના કારખાનેદારના ઘરનો દર

સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપીને દબોચી લેવાયો અન્ય શોધખોળ ચાલુ

સુરતના પુણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની હતી. મોડી રાત્રે લેસપટ્ટીના કારખાનેદારના ઘરનો દરવાજો ખખડાવી બે લૂંટારૂઓ ઘરમાં ઘૂસ્યા હતા. ચપ્પુની અણીએ કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે વારાફરતી દુષ્કર્મ આચરીને વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ રોકડા 30 હજાર, બ્રેસલેટ અને મોબાઇલ મળી અંદાજીત 60 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. નિકુંજ ભીંગરાડિયા દુષ્કર્મ-લૂંટની ઘટનાને અંજામ આપીને ભાવનગર નાસી ગયો હતો. હાલ પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાત્રે ઘરમાં ઘુસ્યા

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર દંપતી મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને હાલ સુરતના પુણા સીતાનગરમાં રહે છે. ત્રણ વર્ષ અગાઉ તેમન લગ્ન થયા હતા અને સુરતના કતારગામ વિસ્તારમાં તેમનું લેસપટ્ટીનું કારખાનું આવેલું છે. કારખાનેદાર અને તેમની 33 વર્ષીય પત્ની ગુરૂવારે મળસ્કે ઘરે હાજર હતા ત્યારે ત્રણ વાગ્યાના અરસામાં કોઈકે દરવાજો ખટખટાવતા કારખાનેદારે દરવાજો ખોલતાં બે અજાણ્યા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. બંનેએ કારખાનેદારને ચપ્પુની અણીએ બંધક બનાવ્યા હતા અને બાદમાં તેની પત્નીને અગાસીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

એક ઝડપાયો

દંપતી પાસેથી રોકડા રૂ.37 હજાર, બ્રેસલેટ અને મોબાઈલ ફોન મળી અંદાજીત રૂ.60 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બંનેએ તેમને ધમકાવ્યા હોય દંપતીએ તે સમયે કોઈ બુમાબુમ કરી નહોતી અને ઘટનાના સાત કલાક બાદ સવારે 10 વાગ્યે પોલીસને જાણ કરતા પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા તેમાં બે અજાણ્યાની અવરજવર નજરે ચઢી હતી. પોલીસે મહિલાની પુછપરછ કરતા તેણે બે યુવાન પૈકી એક તે વિસ્તારમાં આવતો હોવાનું જણાવ્યું હતું. પુણા પોલીસે બનાવ અંગે લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધી ચાર ટીમો બનાવી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસને આ બનાવમાં ત્રણ રીઢા ગુનેગારોની સંડોવણીની વિગતો મળતા તે પૈકી એકની અટકાયત કરી છે. જયારે અન્ય બે ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો