સુરતમાં તિક્ષણ હથિયાર બતાવી લૂંટ વીથ ગેંગરેપ, પતિને બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું
સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો કે, પુણા વિસ્તારમાં વિચિત્ર કહી શકાય તે રીતે લૂંટ વીથ ગેંગરેપની ઘટન

સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો કે, પુણા વિસ્તારમાં વિચિત્ર કહી શકાય તે રીતે લૂંટ વીથ ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ આવીને તિક્ષણ હથિયાર બતાવીને પતિને બંધક બનાવ્યા બાદ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બે શખ્સોએ ગુનાને અંજામ આપ્યો
પુણાના ગીતાનગરમાં એક મકાનમાં રાતે દંપતી ઘરે હાજર હતું. દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી પતિને બંધક બનાવી લીધો હતો. શખ્સોએ ઘરમાં લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગરેપ આચર્યું હતું. પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંન્ને યુવકે વારાફરતી ગેંગરેપ આચર્યું હતું. ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી છે.
પોલીસે તપાસ હાથ ધરી
ડીસીપી આલોક કુમારએ કહ્યું કે, બે ઇસમો દ્વારા લૂંટ અને ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે, એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ ગેંગરેપ આચરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પતિ-પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યા શખ્સો ઘરે ઘૂસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો. નીચે પતિને બંધક રાખ્યો હતો અને ધાબા પર પત્નીને લઈ ગયા હતા અને બંને યુવકોએ વારાફરતી ગેંગરેપ આચર્યું હતું. આ સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી પતિ પત્ની ડરી ગયા હતા અને સવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવા આવ્યા હતા.








