અમદાવાદ: નારણપુરાના ક્લિનિકમાં યુવતીએ કર્યો આપઘાત, સગાઈ તોડનાર પૂર્વ મંગેતરે દુષ્કર્મ આચર્યાની સ્યુસાઈડ નોટ મળી
અમદાવાદમાં 23 વર્ષની યુવતીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે યુવતીએ નારણપ

અમદાવાદમાં 23 વર્ષની યુવતીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે યુવતીએ નારણપુરાના એક ક્લિનિકમાં આપઘાત કર્યો છે. યુવતી સાથે યુવાને સગાઈ કરી હતી, અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.
યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
યુવતીને આ મામલે માઠું લાગતા તેણે અંતિમ પગલું ભર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસને યુવતીની સ્યુસાઈડ નોટ મળી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ આધારે ગુનો નોંધ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે યુવતીના પૂર્વ મંગેતરની શોધખોળ આદરી
ગુજરાત યુનિવર્સિટી પોલીસે યુવતીના પૂર્વ મંગેતરની શોધખોળ આદરી છે. પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આદરી છે.






