મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટની પરિણીતા પર મોરબીમાં 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ, મહિલાના ન્યૂડ ફોટા પાડીને પડાવ્યા 15 લાખથી વધુ

રાજકોટની પરિણીતા પર મોરબીમાં દુષ્કર્મ આચરવામા આવ્યું છે.પીડિતાએ મોરબી પોલીસ સામે આરોપ લગાવતા કહ્યુ કે મોરબી

રાજકોટની પરિણીતા પર મોરબીમાં 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ, મહિલાના ન્યૂડ ફોટા પાડીને પડાવ્યા 15 લાખથી વધુ

રાજકોટની પરિણીતા પર મોરબીમાં દુષ્કર્મ આચરવામા આવ્યું છે.પીડિતાએ મોરબી પોલીસ સામે આરોપ લગાવતા કહ્યુ કે મોરબી પોલીસ ફરિયાદ લેવાને બદલે પીડિતાને હેરાન કરતી હતી. ટંકારાની નાસા સ્કૂલના સંચાલક વિજય ભાડજા, શનાળાના નાઈટ લાઈફ કાફેના માલીક મિતેષ ભટ્ટ અને અક્ષર હોમ ડેકોરના માલીક જયદીપ ડાભી સામે આરોપ લગાવવામા આવ્યા છે.

પરિણીતાની બર્થ ડે પાર્ટીમાં આરોપીઓએ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

પરિણીતા ઇવેન્ટ મેનેજમેન્ટ સમયે આરોપીઓના સંપર્કમાં આવી હતી.પરિણીતાનો જન્મદિવસ હતો. તે દિવસે તેણે બર્થ ડે પાર્ટી રાખી હતી. આ  બર્થ ડે પાર્ટીમાં આરોપીઓએ મહિલાને કેફી પીણું પીવડાવ્યું હતું. કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીઓએ પરિણીતાના ન્યૂડ વિડિયો અને ફોટા પાડી 15 લાખ પડાવ્યા

આરોપીઓએ પરિણીતાના ન્યૂડ વિડિયો અને ફોટા પાડી 15 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યુ છે..આરોપીઓએ ધમકી આપી હતી કે જો તે આ અંગે ફરિયાદ કરશે તો તેની પુત્રીને મારી નાખશે. આરોપીઓએ પરિણીતાને બદનામ કરી પતિ સાથે પણ છુટાછેડા કરાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામા આવ્યો

આ સમાચાર શેર કરો