સાબરકાંઠા:કડિયાદરામાં ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ, ગ્રામજનોએ ઇસમને પકડીને માર માર્યો
સાબરકાંઠા જિલ્લાના ઇડરના કડિયાદરામાં ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્ય

સાબરકાંઠા જિલ્લાના ઇડરના કડિયાદરામાં ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા એક ઇસમે સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ગ્રામજનોએ ઇસમને પકડીને ઢોર માર માર્યો હતો.
કડિયાદરામાં સગીરાના અપહરણનો પ્રયાસ
સોમવાર સાંજના સમયે ઇડર તાલુકાના કડિયાદરામાં ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણ માટેનો પ્રયાસ કરાયો હતો. બાઇક લઇને આવેલા એક ઇસમે સગીરાને બાઇક પર બેસાડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાને બાઇક પર બેસાડી અજાણ્યો ઇસમ ભાગે તે પહેલા જ ગ્રામજનોએ તેને પકડી લીધો હતો અને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે પ્રતિબંધિત ડ્રગ્સનું, જાહેરમાં દમ મારો દમના દ્રશ્યો મળ્યા જોવા
બનાવની જાણ થતા જ ઇડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ગ્રામજનોએ અજાણ્યા ઇસમને પોલીસને હવાલે કર્યો હતો.






