મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં ભૂમાફિયાનો ત્રાસ, પાળ ગામે જમીન પચાવી પાડવાનો પ્રયાસ

રાજકોટમાં જમીન પચાવી પાડતા તત્વો અને ભૂમાફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં પાળ ગામમ

રાજકોટમાં જમીન પચાવી પાડતા તત્વો અને ભૂમાફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં પાળ ગામમાં આવેલી કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા માટે હિંસક હુમલો અને તોડફોડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પાળ ગામની સર્વે નંબર 1002 વાળી જમીન અમિષ રામાણી નામના વ્યક્તિએ કાયદેસર રીતે ખરીદ કરેલી છે. આ કિંમતી જમીન પર ભૂમાફિયાઓની નજર પડી હતી. ગત 9 અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાયા માટિયા અને મેહુલ અરજણ માટિયા નામના શખ્સોએ પોતાના સાગરીતો સાથે આ જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.

આરોપીઓએ જમીન પર કબજો કરવાના ઈરાદે ત્યાં હાજર એક વ્યક્તિ પર હિંસક હુમલો કરી તેને માર માર્યો હતો. ઉપરાંત હુમલાખોરોએ CCTV કેમેરા પણ તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.  સમગ્ર મામલે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે. 

આ સમાચાર શેર કરો