મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: વધુ એક ખેતરમાંથી ગાંજાનુ વાવેતર ઝડપાયું, 10 લાખના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમ

Rajkot news: વધુ એક ખેતરમાંથી ગાંજાનુ વાવેતર ઝડપાયું, 10 લાખના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨૧.૩૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને દબોચાયો છે. આરોપી છેલ્લા ૪ મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. 

આરોપી ૪ મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો

રાજકોટના સુલતાનપુર ગામે ખેતરમાંથી ગાંજાનુ વાવેતર ઝડપાયું છે. એસઓજીની ટીમે ૨૧.૩૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી નાથા ડેરને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ૪ મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. રૂપિયા ૧૦.૬૫ લાખની કિંમતનો ગાંજો કબજે કરી જિલ્લા SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો