મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મિત્ર એ જ કરી મિત્રની હત્યા: બોલાચાલી બાદ થયો હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત

સુરતમાં એક તરફ પોલીસ અસામાજિક તત્વો પર ગાળિયો કસી રહી છે. ડ્રોન કેમેરાથી લઈને ડિમોલેશન સુધીની કાર્યવાહી ક

સુરતમાં મિત્ર એ જ કરી મિત્રની હત્યા: બોલાચાલી બાદ થયો હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત

સુરતમાં એક તરફ પોલીસ અસામાજિક તત્વો પર ગાળિયો કસી રહી છે. ડ્રોન કેમેરાથી લઈને ડિમોલેશન સુધીની કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી દરમિયાન યુવકના હાથે બીજા યુવકની હત્યા કરવામાં આવી છે. જેથી મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. બીજી તરફ ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોર્મલ હોવાથી રજા અપાઈ

ડિંડોલી ભેસ્તાન આવાસ પાસે આવેલા પાંજરા પોળ બ્રીજની નીચે સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી. અપશબ્દ બોલતાની સાથે મારા મારી થઈ હતી.જેમા ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદ હુસેનને 108 એમ્બ્યુલન્સની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ મોહમ્મદ હુસૈનને નોર્મલ હોવાની કહીને રજા પણ આપી દીધી હતી.

સારવાર દરમિયાન મોત

મોહમ્મદ હુસૈનને ઘરે લઈ જવાયા બાદ ફરી તેની તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જો કે, આ વખતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોહમ્મદ હુસૈનનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવને લઈને ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો