Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Husband kills wife, puts her body in a suitcase, calls in-laws

'હેલો..! સાસુમા મેં તમારી દીકરીને મારી નાખી', પત્નીની હત્યા કરી સૂટકેસમાં ભરી પતિએ સાસરિયે કર્યો ફોન

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2025
લાઇવ ટીવીGoogle News
'હેલો..! સાસુમા મેં તમારી દીકરીને મારી નાખી', પત્નીની હત્યા કરી સૂટકેસમાં ભરી પતિએ સાસરિયે કર્યો ફોન

બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેને સુટકેસમાં ભરી દીધા હતા. આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ તરીકે થઈ છે. હત્યા પછી રાકેશે પોતે સાસુ-સસરાને ફોન કર્યો અને તેમને આ ભયાનક ગુના વિશે જાણ કરી. મૃતકની ઓળખ 32 વર્ષીય ગૌરી સામ્બેકર તરીકે થઈ છે. 

App Store

પોલીસને માહિતી મળતા જ તપાસ શરૂ કરી

મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ હુલીમાવુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સારા ફાતિમા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, રાકેશ અને તેની પત્ની હુલીમાવુ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા. બંને મહારાષ્ટ્રના હતા. મૃતક મહિલાનો મૃતદેહ સુટકેસમાં ભરેલો મળી આવ્યો હતો જોકે રાકેશ ફરાર છે. આ ઘટના અંગે મકાનમાલિકે  દક્ષિણ-પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા

મૃતક ગૌરી સામ્બેકરે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને હાલમાં તે બેરોજગાર હતી. જ્યારે, રાકેશ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને વર્ક ફ્રોમ હોમ કરતો હતો. મકાનમાલિક અને પાડોશીઓના જણાવ્યા મુજબ, બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગૌરીએ રાકેશ પર ઘણી વખત હાથ પણ ઉપાડ્યો હતો. આ ઝઘડાઓથી કંટાળીને રાકેશ અંદરથી ગુસ્સે હતો.

અહેવાલો અનુસાર, ગુરૂવારે (27મી માર્ચ) બંને વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ એટલી વધી ગઈ કે ગુસ્સામાં રાકેશે ગૌરીના પેટમાં છરી મારી દીધી. ત્યારબાદ તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા પછી, રાકેશે ગૌરીના મૃતદેહને એક મોટા ટ્રાવેલ સુટકેસમાં ભરી દીધો અને પછી તેને બાથરૂમમાં છોડીને ભાગી ગયો. હાલમાં, પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.