મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લવાયો, અપહરણ-હત્યાનો આરોપી સાધુના વેશમાં ફરતો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષ 2004માં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા પણ બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી

અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લવાયો, અપહરણ-હત્યાનો આરોપી સાધુના વેશમાં ફરતો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષ 2004માં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા પણ બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી. રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકીભર્યા કોલ કરીને બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પૈસા ન મળતા, ચકલાસી ગામે તેની હત્યા કરવામાં આવી અને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.હવે સીઆઈડી ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે.

ભગવા પહેરીને ફરતો

છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવ રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો. હાલ સીઆઇડી તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી છે. ગેંગસ્ટર બંટી પાંડેએ પાંચ વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો હતો. તેણે પાંચ વર્ષથી અનાજ પણ લીધું નથી. આમ તે ભગવા કપડાંમાં એક સંત તરીકે ઓળખાતો હતો. નાથ સંપ્રદાયના મોટા ભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા.પરંતુ આ સમગ્ર છબિ પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો. જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.

કેવી રીતે પકડાયો?

2004માં અબુઝરના ભાઈ ઓએઝને ખંડણી માટે કરાયેલા ત્રણ ફોન કોલ રેકોર્ડ થઈ ગયા હતા. પોલીસે ઓડિયો એનાલિસિસ અને સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરીને બંટીને ગુનેગાર તરીકે સાબિત કર્યો.સીઆઈડી ક્રાઈમે જુના વોરંટને આધારે તિહાર જેલમાં જઈને બંટી પાંડેની કસ્ટડી લીધી અને ચાર દિવસના રિમાન્ડ પર લીધો.

આ સમાચાર શેર કરો