મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં ACBની સફળ ટ્રેપ: એલ.આઈ.બી શાખાના ASI રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપાયા

ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે ​​નડીયાદ એલ.આઈ.બી શાખાના એએસઆઈને રૂ. 5 લાખની લાંચ

ખેડામાં ACBની સફળ ટ્રેપ: એલ.આઈ.બી શાખાના ASI રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપાયા

ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે ​​નડીયાદ એલ.આઈ.બી શાખાના એએસઆઈને રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.  એએસઆઈ ભરતગીરી ગોસ્વામીએ પાસપોર્ટ માટે પોલીસ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવા બાબતે રૂ.40 લાખની માંગણી કરી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરીયાદીનો દીકરો ઘણા વર્ષોથી અમેરીકા રહે છે, જ્યાં તેનો પાસપોર્ટ ગુમ થવાના પગલે નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી. અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ અંગે ઈન્કવાયરી આવેલ હોઇ , તે અંગેનું સર્ટીફિકેટ ફરીયાદીનાં દીકરાની તરફેણમાં આપવા માટે ફરિયાદી પાસે પ્રથમ રૂ.૪૦,૦૦,૦૦૦/- લાખની માંગણી કરેલ હતી. જોકે, રકઝકનાં અંતે રૂ.૫,૦૦,૦૦૦  આપવાનું નક્કી થયું હતું. 

જોકે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતો નહોતો પરિણામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો, જેના પગલે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદ એસીબીએ પાંચ લાખની લાંચ લેતા એલ.આઈ.બી શાખાના એએસઆઈને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ સમાચાર શેર કરો