મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ જિલ્લામાં 'અસના' વાવાઝોડાનો ખતરો, માંડવી, અબડાસા અને લખપતમાંથી સંખ્યાબંધ લોકોને ખસેડાશે

રાજ્યમાં થોડાક દિવસોથી સતત મેઘ મહેર થઈ છે. સંખ્યાબંધ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. દ્વાર

કચ્છ જિલ્લામાં 'અસના' વાવાઝોડાનો ખતરો,  માંડવી, અબડાસા અને લખપતમાંથી સંખ્યાબંધ લોકોને ખસેડાશે

રાજ્યમાં થોડાક દિવસોથી સતત મેઘ મહેર થઈ છે. સંખ્યાબંધ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. દ્વારકા, કચ્છ, સૌરાષ્ટ્રમાં તો વરસાદે સ્થિતિ વધુ ભયાનક બનાવી દીધી છે. તો બીજી તરફ રાજ્યમાં વાવાઝોડાનો નવો ખતરો ઉભો થયો છે, મળતા અહેવાલ પ્રમાણે વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે તંત્રે ટીમોને સ્ટેન્ડબાય રાખી છે.

માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં થશે અસર

કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘકહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે. પરંતુ  જિલ્લા પર હવે 'અસના' વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. વાવાઝોડાની જે ત્રણ તાલુકાઓમાં અસર થવાની સંભાવના છે તે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

 સાંજે 4 વાગ્યા સુધી સલામત સ્થળ પર ખસેડાશે

ઝૂપડામાં રહેતા લોકોને આજે સાંજે 4 વાગ્યા સુધી સલામત સ્થળ પર આશરો આપવાની જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની આશંકા છે. આજે ઉત્તર મહારાષ્ટ્રના તટ અને તેને અડીને આવેલા તટીય વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની હડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાના અણસાર છે.

ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે

આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે. જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં. આ ઘટના 80 વર્ષમાં માત્ર ચોથી ઘટના છે, જેમાં જમીન પર સક્રિય હવામાન પ્રણાલી સમુદ્ર સુધી પહોંચ્યા પછી ચક્રવાતમાં સંક્રમણ કરે છે. ભૂતકાળમાં, જમીન પર સક્રિય આવી ડીપ ડિપ્રેશન 1944, 1964 અને 1976ના વર્ષોમાં અરબી સમુદ્રમાં સંક્રમણ પામ્યું છે...

આ સમાચાર શેર કરો