મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલ્હીની જેમ સુરતમા પરેડ સહિતની ઝાંખી જોવા મળશે, તિરંગા યાત્રા અગાઉ ગૃહમંત્રી સંઘવીનું નિવેદન 

રાજયના અલગ અલગ શહેરોમાં સ્વાતંત્ર્યપર્વ અગાઉ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે આવતીકાલે સુરતમાં

દિલ્હીની જેમ સુરતમા પરેડ સહિતની ઝાંખી જોવા મળશે, તિરંગા યાત્રા અગાઉ ગૃહમંત્રી સંઘવીનું નિવેદન 

રાજયના અલગ અલગ શહેરોમાં સ્વાતંત્ર્યપર્વ અગાઉ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે આવતીકાલે સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાનાર છે. ત્યારે તિરંગા યાત્રાને લઇ ગૃહરાજ્ય મંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહમરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કહેવાયુ કે દિલ્હી જેમ જ સુરતમાં પરેડ સહિતની ઝાંખીઓ જોવા મળશે. 

ઘર ઉપર તિરંગા લહેરાવાશે

શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે, ભાજપ દ્વારા 15 ઓગસ્ટના ભાગરૂપે 5 લાખ તિરંગા તૈયાર કરાવાયા છે. દરેક બૂથમાં 150 તિરંગા આપવામાં આવશે. દરેક બૂથમાં 150 ઘરો પર આ તિરંગા લાગશે. સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે. આઝાદી પૂર્વે 14 ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી. તે આજની પેઢી ભૂલી ગઈ છે. તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવશે. આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં. માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે. ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પઆંજલી કરવામાં આવશે. 18 ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે.

પરેડ યોજાશે

હર્ષ સંઘવીએ કહ્યુ કે, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં 8થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે. આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો છે. લોકો દેશ ભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશ ભક્તિના રંગમાં રંગાયા છે. સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે. તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે. દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેમ પહેલી વખત સુરતમાં પરેડ થશે.

વેશભૂષા સહિતના સુશોભન

અલગ અલગ એજન્સીની સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડમાં જોડાશે. ખૂબ મોટી સંખ્યામાં ટેબલો પણ પ્રદર્શિત થશે. સુરત મીની ભારત કહેવામાં આવે છે એટલે આ યાત્રામાં અલગ અલગ રાજ્યની પરંપરાગત વેશભૂષા સાથે લોકો જોડાશે. મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું છે. 1 લાખથી વધુ લોકો યાત્રા જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રા નિહાળવા લોકો એકઠા થશે. મનપા દ્વારા પ્રસાશન દ્વારા પણ સ્વચ્છતાનો પ્રયાસ આ રેલી દરમિયાન કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે, રેલીના રૂટ પર પ્લાસ્ટિક કે અન્ય કચરો ન નાખવો આ કચરાને કચરાપેટીમાં નાખવો. શહીદોની માતાને અભિનંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી યાત્રા માટે સુરત  માં તૈયારીઓ થઇ રહી છે.

આ સમાચાર શેર કરો