મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH : સગીરાને ભગાડીને દુષ્કર્મ કરવાની 6 ઘટના, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ, 45 દિવસમાં ફાઈલ થશે ચાર્જશીટ

Kutch News : કચ્છ જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સમાજ અને પોલીસ

KUTCH : સગીરાને ભગાડીને દુષ્કર્મ કરવાની 6 ઘટના, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ, 45 દિવસમાં ફાઈલ થશે ચાર્જશીટ

Kutch News : કચ્છ જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સમાજ અને પોલીસ માટે ચિંતાનો વિષય બનેલા આવા કિસ્સાઓમાં પશ્ચિમ કચ્છ પોલીસે ઘાક બેસાડતી કાર્યવાહી કરી છે. છેલ્લા દોઢ મહિનામાં બનેલા આવા  6 બનાવમાં 6 ઇસમોને ઝડપી લઇ પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. 

સુખપરનો આરોપી સલીમ અબ્દુલ સગીરાને ભગાડી બિહાર લઈ ગયો

આ 6 બનાવોમાં એક ચોંકાવનારો કિસ્સો ભુજ નજીકના ગામનો છે. આ ઘટનામાં સગીરાને લલચાવી 2 હજાર કિલોમીટર દૂર બિહારના ચંપારણ લઈ જવામાં આવી હતી જ્યાંથી પોલીસે આરોપીને દબોચી લીધો છે.

ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 23 જૂનના સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો આ ઘટનામાં પોલીસે 11 દિવસ સુધી આદરેલી કવાયત બાદ આરોપી ઝડપાયો હતો.

ભુજ તાલુકાના સુખપર ગામમાં રહેતા સલીમ અબ્દુલ જુણેજા નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો તે બાબતે ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી તાપસ કરતા આરોપી પહેલા મુંબઈ બાદમાં અજમેર અને ત્યાંથી બિહાર ગયો હોવાની માહિતી મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ  આરોપી બિહાર રાજ્યના ઇસ્ટ ચંપારણ જિલ્લાના મોતીહારી વિસ્તારમાં ભોગ બનનાર સાથે રોકાયો હોવાની બાતમી મળતા ટેકનિકલ સરવેલેન્સ અને હ્યુમન રીસોર્સિરનો ઉપયોગ કરી પોલીસે કરિયાણાની દુકાન, શાકભાજીની લારી કાઢી મોબાઈલની દુકાનમાં વોચ રાખી સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અને ભોગ બનનારને શોધવા માટે એક પીએસઆઈ 3 પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસે કુલ 4 કુલ હજાર કિલોમીટરનુ અંતર કાપ્યું હતું.

આરોપીઓ નામ અને નોંધાયેલ ગુનાઓ 

1) માંડવી પોલીસ સ્ટેશનમાં ગત તા.15-05-24ના રોજ માંડવીના બાગ ગામનો રજાક સિધિક સુમરા નામનો શખસ સગીર વયની છોકરીને લલચાવી, ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગુનો નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી ભોગ બનનાર અને આરોપીને પકડી પાડી સગીરાને મુક્ત કરાવી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

2) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.31-05-24 નોંધાયેલી ફરિયાદમાં ભુજના કોડકી રોડ, માલધારી નગર, બી.એસ.એફ. કેમ્પની પાછળ રહેતો અભુભખર રમજુ સુમરા નામનો શખસ સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરેલ હોવાનો ગુનો નોંધાતાં આરોપી અભુભખર સુમરા ઝડપી સગીરાને મુક્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

3) માધાપર પોલીસ સ્ટેશનમાં ગત તા.23-06-2024ના રોજ નોંધાયેલી ફરિયાદમાં ભુજ તાલુકાના ભખરિયા ગામનો ઓસમાણ ગની સુલેમાન અભડા સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્ય હતું. ગુનામાં આરોપીને ઝડપી લેવા પોલીસે પાંચ દિવસ સુધી શિકારીનો વેશ ધારણ  કરીને ઝુરા ગામના જંગલ વિસ્તારમાં તપાસ કરતી રહી અને સગીરાને મુક્ત કરાવી આરોપી ઓસમાણને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી

4) ભુજ તાલુકાના સુખપરમાં રહેતો સલીમ અબ્દુલ જુણેજા ગત તા.23-06-2024ના સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતાં હ્યુમન' સોર્સિસથી મળેલી માહિતીના આધારે બિહારના પંચકોકડી વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ફેરિયા, વેપારી, શાકભાજીવાળાનો વેશ ધારણ કરીને સતત વોચ ગોઠવીને ઓપરેશન પાર પાડયું હતું. 

5) નખત્રાણા તાલુકાના ઘડાણીનો અનવર મામદ નોતિયાર અને વાલ્કા નાના ગામનો મહેન્દ્ર વિશ્રામ સીજુ નામના શખસો પુખ્તવયની મહિલાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પરથી પોલીસની ટીમોએ કામગીરી હાથ ધરી મહિલાને મુક્ત કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

6) રાજસ્થાનના ડીગ જિલ્લાના કામા તાલુકાના જુરહરા ગામના સોયેબ ખરશીદ મીરાશી નામના શખસે એક 20 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગત તા.28-06-2024ના રાતના ભગાડીને કચ્છમાં આશ્રય લીધો હતો. જેની જાણ પશ્ચિમ કચ્છ પોલીસને થતાં ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી ભોગ બનનાર અને આરોપી સોયેબ મીરાશીને પકડી રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

45 દિવસમાં ફાઈલ થશે ચાર્જશીટ 

જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મના બનાવો અટકે એ માટે પોલીસ પ્રયત્નશીલ છે આવી ઘટનાઓ ન બને એ માટે એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે 45 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો