સુરતમાં લોકોના જીવ બચાવવા બંદોબસ્ત, કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બ્રિજ પર જતાં બાઈકર્સને અટકાવાય
ઉતરાયણ પર્વ નિમિત્તે સુરતીઓનો જીવ બચાવવા પોલીસ રોડ પર ફરજ બજાવી રહી છે. કાતિલ દ

ઉતરાયણ પર્વ નિમિત્તે સુરતીઓનો જીવ બચાવવા પોલીસ રોડ પર ફરજ બજાવી રહી છે. કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બાઈક ચાલકો ને બ્રિજ પર જતા અટકાવાઈ રહ્યાં છે. બ્રિજ પર પતંગની કાતિલ દોરી આજે લટકતી તલવાર જેવી હોય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના ઓન રોડ બ્રિજ પર બાઇક ચાલકોને જવા પર આજે અને આવતીકાલે પ્રતિબંધ છે.
આ પણ વાંચોઃ સુરતમાં ઉત્તરાયણની સાથે ઊંધિયાની મોજ, ફરસાણની દુકાનો પર લાગી લાઈન
જાનહાનિ અટકાવવા પ્રયાસ
તાપી બ્રિજ રાબેતા મુજબ ચાલુ છે. લોકોની સેવામાં સુરત પોલીસ કામ કરી રહી છે. બાઇક ચાલકોને બ્રિજ પર ચઢતા અટકાવવામાં આવી રહ્યાં છે. પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ફ્લાય બ્રિજ અને ધાબા પર પતંગના દોરા બ્રિજ પર પડતા હોય છે જેના કારણે અકસ્માત થતા હોય અને જાનહાનિ થવાની સંભાવના લઈને મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત પણે ટુ વ્હીલર વાહન ચાલક માટે પ્રતિબંધ મુકાયો છે.
જાહેરનામું બહાર પડાયું
અકસ્માતને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15 જાન્યુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા મકરસંક્રાંતિ એટલે ઉતરાણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.








