મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસમાં 40 વર્ષની કારકિર્દી બાદ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી, જાણો અર્જુન મોઢવાડિયાની રાજકીય સફર

સૌરાષ્ટ્રના દિવંગત નેતા વિઠ્ઠલ રાદડીયા અને કુંવરજી બાવળિયાના કૉંગ્રેસ ત્યાગ પછીનો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અગ્રીમ હરોળના

કોંગ્રેસમાં 40 વર્ષની કારકિર્દી બાદ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી, જાણો અર્જુન મોઢવાડિયાની રાજકીય સફર

સૌરાષ્ટ્રના દિવંગત નેતા વિઠ્ઠલ રાદડીયા અને કુંવરજી બાવળિયાના કૉંગ્રેસ ત્યાગ પછીનો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અર્જૂન મોઢવાડિયાએ માર્ચ ૨૦૨૪માં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી અને પાર્ટી સાથેના તેમના ૪૦ વર્ષના જોડાણનો અંત લાવ્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના લેબલ હેઠળ પોરબંદરતી પેટાચૂંટણી જીતીને આજે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા 

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂકેલા અને ભાજપમાં જોડાઈને પેટા ચૂંટણી લડીને જીતેલા અર્જૂન મોઢવાડિયા હવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એ જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

અર્જૂન મોઢવાડિયાએ પ્રાથમિક શિક્ષણ પોતાના મોઢવાડા ગામે અને 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે.  1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. એન્જિન્યરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. 1993માં નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.
 
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે ભારતના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસ સાથે જોડાયા હતા. પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવી. વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.માર્ચ 2011- ડિસેમ્બર-2012 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી સુપેરે નિભાવી હતી.

આ સમાચાર શેર કરો