VIDEO: અરવલ્લીઃ મોડાસામાં વૃક્ષ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી!
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લાના મોડાસામાં શામળાજી-મોડાસા રોડ પર આવેલ મહિલા પોલીસ સ્ટેશન નજીક અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી, જો કે સદનસીબે આ ડાળી રસ્તા કિનારે ઉભેલી એક લારી પર પડવાના કારણે જાનહાનિ ટળી હતી અને એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. મુખ્ય વ્યસ્ત માર્ગ પર જ ધોળા દિવસે આ વૃક્ષની ડાળી પડવાના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતાં ચક્કાજામ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તંત્રની રાહ જોયા વિના ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવી, જાતે જ રસ્તા વચ્ચેથી આ વૃક્ષની ડાળીઓને હટાવીને ટ્રાફિક વ્યવહારને ફરી પૂર્વવત અને હળવો કર્યો હતો.

