VIDEO : મુનશીવાડા નજીક રાજસ્થાનની એસટી બસને નડ્યો અકસ્માત, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લાના મોડાસા-મેઘરજ રોડ પર મુનશીવાડા નજીક રાજસ્થાનની એસટી બસને માર્ગ અકસ્માત નડ્યો હતો. ડુંગરપુર ડેપોની એસટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઈ અને અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડકટર સ્થળેથી ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે.

