Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Politics heated up in Modasa: A big uproar in the general meeting of the taluka panchayat, Congress members protested by throwing bangles!

VIDEO: મોડાસામાં ગરમાયું રાજકારણ: તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળો, કોંગ્રેસના સભ્યોએ બંગડીઓ ફેંકી વિરોધ કર્યો!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મોડાસાથી આ સમયના મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આજે કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિની રચના દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના સભ્યો દ્વારા સભામાં જોરદાર હંગામો મચાવવામાં આવ્યો હતો. આ આક્રોશનું મુખ્ય કારણ એ છે કે અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસના જ બે સભ્યો ગેરહાજર રહ્યા હતા અને પક્ષ સામે બળવો કર્યો હતો. પક્ષ સાથે ગદ્દારી કરનારા આ નેતાઓ સામે આજે મહિલા કોંગ્રેસના સદસ્યોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે સભાખંડમાં બંગડીઓ બતાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, ભાજપને આડકતરો ટેકો આપનારા કોંગ્રેસના બળવાખોર નેતાને જ્યારે મીડિયા અને સભ્યો દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ કેમેરા સામે જવાબ આપવાનું ટાળીને ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાને પગલે મોડાસાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

App Store