Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : MLA Dhavalsinh Zala performs 'stunt' by driving ST bus

Aravalli: એસટી બસના લોકાર્પણમાં કાયદાના ધજાગરા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ST બસ દોડાવી 'સ્ટંટ' કર્યો

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Aravalli: એસટી બસના લોકાર્પણમાં કાયદાના ધજાગરા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ST બસ દોડાવી 'સ્ટંટ' કર્યો
સોર્સ : GSTV

ગુજરાતમાં નવી એસટી બસોના લોકાર્પણનો ઉત્સાહ હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. જામકંડોરણા અને ગીર સોમનાથના ધારાસભ્યો બાદ હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે ચર્ચામાં આવ્યા છે. નવી બસના પ્રસ્થાન સમયે ધારાસભ્યએ પોતે સ્ટેયરીંગ સંભાળીને બસ દોડાવતા તેમની સામે સવાલો ઉઠી રહ્યા છે.

App Store

લોકાર્પણના ઉત્સાહમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા

રાજ્ય સરકાર દ્વારા તમામ 182 ધારાસભ્યોને ફાળવવામાં આવેલી નવી બસો અંતર્ગત રવિવારે (22મી માર્ચ) બાયડ એસટી ડેપો ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બાયડથી બેટ દ્વારકા સુધીની નવી બસ સેવાને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી હતી. જોકે, લીલી ઝંડી આપ્યા બાદ ધારાસભ્ય પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવવા લાગ્યા હતા. એસટી વિભાગના અધિકારીઓની હાજરીમાં જ આ પ્રકારનો 'ડ્રાઈવિંગ શો' યોજાયો હતો.

શું ધારાસભ્ય પાસે હેવી વ્હીકલનું લાયસન્સ છે?

મોટર વ્હીકલ એક્ટ મુજબ, એસટી બસ જેવા હેવી કોમર્શિયલ વાહન ચલાવવા માટે ખાસ તાલીમ અને લાયસન્સ હોવું અનિવાર્ય છે. લોકો સવાલ ઉઠાવી રહી છે કે, શું ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું માન્ય લાયસન્સ છે? જો કોઈ સામાન્ય નાગરિક હેલ્મેટ કે સીટબેલ્ટ વગર પકડાય તો પોલીસ તુરંત દંડ ફટકારે છે, તો ધારાસભ્ય સામે કાર્યવાહી કેમ નહીં? એસટી નિગમના અધિકારીઓ આ પ્રકારના જોખમી વર્તન વખતે કેમ મૌન સેવી રહ્યા છે?

નેતાઓમાં નિયમભંગની હોડ: તંત્ર મૌન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ આ જ પ્રકારે જાહેર રસ્તા પર એસટી બસ દોડાવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમ છતાં, અત્યાર સુધી રાજ્ય સરકાર, એસટી નિગમ કે RTO વિભાગ દ્વારા કોઈ પણ ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

વિકાસના કામોમાં ઉત્સાહ જરૂરી છે, પરંતુ જે નેતાઓ વિધાનસભામાં બેસીને કાયદા ઘડે છે, તેઓ જ જ્યારે રસ્તા પર ઉતરીને કાયદાના લીરેલીરા ઉડાડે ત્યારે સામાન્ય જનતામાં ખૂબ જ નકારાત્મક સંદેશ જાય છે.