Aravalli/ મેઘરજ તાલુકાના પહાડિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

સોર્સ : gstv
અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મેઘરજ તાલુકાના પહાડિયા નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે. માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોમાં એક નવાગરા ગામનો અને બીજો ઝરડા ગામનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે.
અકસ્માતની જાણ થતા ઈસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :

