Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Retired widowed teacher from Ranjedi village falls victim to online fraud

VIDEO/ Aravalli: નિવૃત્ત વિધવા શિક્ષિકા ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યાં; સગા ભાણિયાએ જ કરી ₹10 લાખથી વધુની છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામમાં રહેતા એક નિવૃત્ત વિધવા મહિલા શિક્ષિકા ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ફ્રોડ કોઈ અજાણ્યા ઠગે નહીં, પણ તેમના પોતાના સગા ભાણિયાએ જ અંજામ આપ્યો છે.

App Store

પ્રાપ્ત વિગતો અનુસાર, રાંજેડી ગામના નિવૃત્ત મહિલા શિક્ષિકાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેમના ભાણિયા નિખિલ હિમાંશુભાઈ ભગોરાએ વિશ્વાસઘાત કર્યો હતો. મામીને અંધારામાં રાખી, નિખિલે તેમના મોબાઈલમાંથી ફોનપે (PhonePe) મારફતે 85 ટ્રાન્ઝેક્શનમાં આશરે ₹10.18 લાખ રુપિયા ઉપાડ્યા હતા. સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાયા હતા. 

જ્યારે મહિલા શિક્ષિકાને તેમના ખાતામાંથી આટલી મોટી રકમ ઓછી થઈ હોવાની જાણ થઈ, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે આ કરતૂત બીજા કોઈની નહીં પણ સગા ભાણિયાની જ છે. આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેઘરજ પોલીસે આરોપી નિખિલ ભગોરા સામે BNS (ભારતીય ન્યાય સંહિતા) અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.