મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravalli / મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર ગામમાં

Aravalli / મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા છે. 

ગેસ સિલિન્ડર ખાલી થઇ જતા નવો સિલિન્ડર ચાલુ કરવમાં આવ્યો હતો. આ નવા સિલિન્ડરમાં રબ્બરની રિંગ ન હોવાથી ગેસ લીક થયો હતો, જેને કારણે બ્લાસ્ટ થયો હતો. 

આ ઘટનામાં પરિવારના માતા ,પુત્ર અને બે દીકરી સહિત 5 લોકો દાઝી ગયા છે. બે દીકરી હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે માતા,પુત્રને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો