સુરતમા અસામાજિક તત્વોનો આતંક, નજીવી બાબતે પિતા-પુત્રને માર્યો ઢોર માર
સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો હતો. નજીવી બાબતે પિતા

સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો હતો. નજીવી બાબતે પિતા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. કાર ડેકોરમાં સ્પેર પાર્ટ નંખાવવા આવેલા લોકો સાથે રકજક થતા હુમલો કરવામાં આવ્યો હતો.
પિતા પુત્ર લોહી લુહાણ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ટોળા દ્વારા માર મરાતા પિતા પુત્ર લોહી લુહાણ થયા હતા. અરવીંદ વાઘમાસી અને તેના મળતીયા દ્વારા કરવામાં હુમલો આવ્યો હતો. ભોગ બનનારે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






