મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, યુવક પર જાહેરમાં થયો હુમલો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અલગ અલગ વિસ્તારોમાં યથાવત રીતે જોવા મળી રહ્

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, યુવક પર જાહેરમાં થયો હુમલો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અલગ અલગ વિસ્તારોમાં યથાવત રીતે જોવા મળી રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્વો દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોકોમાં ભયનો માહોલ

પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ નજીક એક યુવાન પર ચપ્પુ જવા તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. યુવક પર સરા જાહેર હુમલો કરાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસને પડકાર ફેંકાયો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પરંતુ વીડિયો પરથી એ માલુમ પડી રહ્યું છે કે, અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લોકોને સરા જાહેર મારવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો