VIDEO: Ahmedabad કોંગ્રેસમાં ફરી લાફા કાંડ, મહિલા કોર્પોરેટરે વોર્ડ પ્રમુખને ઝીંક્યો તમાચો
અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ મહિલા કોર્પોરેટર રાજશ્ર
અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ વોર્ડ પ્રમુખ અમિત પટેલને લાફો ઝીંક્યો હોવાનો આરોપ છે. અમિત પટેલે આક્ષેપ મૂક્યો છે કે રાજશ્રી કેસરી અને તેમના પિતાએ પ્રદેશના નિરીક્ષકોની હાજરીમાં તેમના પર મારપીટ કરી. વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈને ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન આ ઘટનાએ તંગદિલી ફેલાવી. મામલો હવે પ્રદેશ નેતાઓ સુધી પહોંચી ગયો છે અને અમિત પટેલે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહિલા કોંગ્રેસ પ્રમુખે કાર્યકરને માર્યો હતો, અને હવે ફરી મહિલા કોર્પોરેટર વિવાદમાં આવી છે.



