મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શાસ્ત્રી બ્રિજ પર તંત્રના જાહેરનામાના ઉડ્યા લીરેલીરા, ભારે વાહનોની બેરોકટોક અવરજવર

Ahmedabad news: હાલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજ્યના તમામ બ્રિજ

Ahmedabad news: હાલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, થોડા મહિના પહેલા જ સમારકામ કરાયેલા નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજને ફરી એક વાર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. નારોલથી વિશાલા જતાં બ્રિજ પર બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા આ બ્રિજ 6 મહિના માટે ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. જો કે તંત્રએ આ જાહેરનામું બહાર પાડ્યું તેના બીજા જ દિવસે આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન લોકો કરી કરી રહ્યા છે.

જર્જરિત બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

નારોલ અને વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રીબ્રીજ પરથી પ્રતિદિન હજારો વાહન પસાર થાય છે. પણ થોડા મહિના પહેલા સમારકામ કરાયેલા બ્રિજમાં ફરી ખામી દેખાતા ૮ ફેબ્રુઆરી 2026 સુધી ભારે વાહનો માટે આ બ્રિજ પ્રતિબંધિત રહેશે. જો કે બીજા જ દિવસે જાહેરનામાંના લીરેલીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ ઉપરથી એએમટીએસ બસ, લક્ઝરી, AMCના કચરાના મોટા ડમ્પર, એલપીજી ગેસ સિલિન્ડરની ગાડીઓ પણ પસાર થઈ રહી છે. તંત્રનું ભારે વાહનો માટે પ્રતિબંધનું જાહેરનામું છતાં બ્રિજ પરથી બેરોકટોક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ બ્રિજના બંને છેડે કોઈ બોર્ડ કે બેનર પણ લગાવવામાં આવ્યા નથી. જો  આ જર્જરિત બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન હાલ તો લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો