સુરેન્દ્રનગર: ગેસ ગળતર મામલે વધુ એકની હાલત ગંભીર, કોન્ટ્રાક્ટરની અટકાયત સાથે 2 સામે ફરિયાદ
સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકનોના મોત નિપજ્યા હતા. જ્યારે વધુ એક યુવકની હાલત ગંભીર

સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકનોના મોત નિપજ્યા હતા. જ્યારે વધુ એક યુવકની હાલત ગંભીર થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગેસગળતરનો ભોગ બનેલ વધુ એક યુવકની હાલત ગંભીર થતા તેને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ભૂગર્ભ ગટરના કૂવામાં સફાઈકામમાં બેદરકારી દાખવનાર મુખ્ય કોન્ટ્રાકટર સંજય પટેલની પોલીસે અટકાયત કરી છે. તેમજ આ મામલાની જવાબદારીથી દુર રહેવા પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોશમ પટેલ અને એસ.આઈ હર્ષદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર: ગેસ ગળતરની ઘટનામાં પૂર્વ MLAએ સરકારની કરી ઝાટકણી, મૃતકના પરિવારને ન્યાય માટે માંગ
સેફટીના સાધનો વગર જ ભૂગર્ભ ગટરના કૂવામાં સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા. જેથી ગેસ ગળતરની અસરમાં 2 યુવકોના મોત બાદ વધુ એક યુવકની તબિયત લથડી છે. જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.આઈ અને કોન્ટ્રાકટર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






