ખ્યાતિકાંડ: એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ બોરીસણાના વધુ એક દર્દીનું મોત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખ્યાત

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં બોરીસણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી હતી. આ દર્દીનું એન્જિયોગ્રાફી કર્યા બાદ થોડાક દિવોસમાં જ મોત નિપજ્યું છે, ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક, ભાગીદારો અને હાર્ટ ઓપરેશન કરનાર તબીબો હાલ જેલના સળિયા પાછળ છે. મહેસાણાના બોરીસણાના વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું મોત થયું છે.
ખ્યાતિના સંચાલક, ભાગીદારો અને હાર્ટ ઓપરેશન કરનાર તબીબો જેલના સળિયા પાછળ
ખ્યાતિ ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. મુખ્ય આરોપી છેલ્લા ઘણા સમયથી વિદેશમાં નાસતો ફરતો હતો. મુખ્ય આરોપીને પોલીસે 18 તારીખે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચ્યો હતો.
આ પણ વાંચો: જેતપુર: ઘરકંકાસથી કંટાળીને પતિએ પત્નીની કરી હત્યા, ગુનો કર્યા પછી આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
ખ્યાતિ ગ્રુપનો ચેરમેન અને ડાયરેક્ટર પણ 5 દિવસ પહેલા ઝડપાયો
રાહુલ જૈન, ચિરાગ રાજપૂત બાદ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ કાર્તિક પટેલ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
ખ્યાતિમાં કડીના 19 લોકોને હૃદયમાં સ્ટેન્ડ બેસાડ્યા હતા જેમાંથી 2ના થયા હતા મોત
10 નવેમ્બરના રોજ કડીના એક ગામમાં ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ફ્રી સારવાર બાદ કેટલાક દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. કડીના આ ગામમાંથી 19 લોકોને ખ્યાતિમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કર્યા પછી દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. આ સ્ટેન્ડ મુક્યા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા હતા, ત્યારબાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.






